અમદાવાદ શહેરમાં મેટ્રો સ્ટેશન ના એક સ્ટોપના નામને લઈને વિવાદ સર્જાયો છે. મેટ્રો સ્ટેશન પર રાષ્ટ્રભાષામાં નામને લઈને સમસ્યા સર્જાય છે. મેટ્રો સ્ટેશનાના પ્રથમ ફેઝમાં આવેલા રબારી કોલોની મેટ્રો સ્ટેશનના નામમાં ભયંકર ભૂલ આવી છે.
ગુજરાતી ભાષા,હિન્દી ભાષા અને અંગ્રેજીમાં બોર્ડ લગાવવા માં આવ્યા છે. આ બોર્ડમાં રબારી કોલોનીના બદલે રાબારી કોલોની લખવામાં આવ્યું છે. જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં સૌથી વધુ માલધારીઓ વસે છે અને માટે આ વિસ્તાર ને રબારી કોલોની નામથી ઓળખવામ આવે છે.