રાજકોટની જસાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીનું મોત

2023-01-17 13

છેલ્લા ઘણાં સમયથી દરેક વયના લોકોમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. ચિંતા, અયોગ્ય ખાન-પાન અને ઠંડી વધવાના કારણે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે રાજકોટની જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ચાલુ ક્લાસમાં એટેક આવતા વર્ગખંડમાં જ તેનું મોત થયું હતું. પિતા સહિત પરિવારજનો રાજકોટની જસાણી સ્કૂલ ખાતે પહોંચ્યા હતા.