પાકિસ્તાન હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. હાલત એવી છે કે ત્યાંના લોકોને ખાવા માટે લોટે મળતો નથી. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં પાડોશી દેશ માટે તેમનો અવાજ બદલાતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાને પાઠ શીખી લીધો છે અને હવે તે શાંતિથી રહેવા માંગે છે.
અલ અરેબિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના વડાપ્રધાને એમ પણ કહ્યું છે કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દરેક સમસ્યા પર ચર્ચા કરવા તૈયાર છે. શાહબાઝ શરીફે કહ્યું કે હું ભારતીય નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે આપણે વાતચીતના ટેબલ પર બેસીને દરેક મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઇએ.