ઉત્તર ભારત ઠંડીથી ઠુંઠવાયુ, યુપી-હરિયાણામાં ગાઢ ધુમ્મસ-દિલ્હીમાં શીતલહેર

2023-01-17 19

સમગ્ર દેશમાં હાલ ઠંડીનો પ્રકોપ છે. શીતલહેરથી જનજીવન પ્રભાવિત થયુ છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કોલ્ડવેવને લઈને હવામાન વિભાગનું એલર્ટ છે. IMD અનુસાર, 17 અને 18 જાન્યુઆરીએ ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં ભયંકર શીત લહેર લોકોને પરેશાન કરી શકે છે. આજે એટલે કે 17 જાન્યુઆરીના રોજ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના કેટલાક ભાગોમાં શીત લહેર છવાશે.