2023માં 9 રાજ્યોની ચૂંટણી ભાજપ જીતશે: નડ્ડા

2023-01-16 28

આજે દિલ્હી ખાતે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકની શરૂઆત થઈ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, 2023માં 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે જેથી આ 2023નું વર્ષ અમારા માટે મહત્ત્વનું છે.