બોટાદ શહેરના ભગવાનપરા વિસ્તારમાંથી રાત્રિના સમયે અવાવરૂ જગ્યામાંથી એક બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યારે દેવીપૂજક સમાજની 10 વર્ષીય દીકરીની હત્યાને લઈ સમાજની મહિલાઓ તેમજ આગેવાનો રોડ પર ઉતરી આવ્યા છે. બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા નાગલપર દરવાજે મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો એકત્રીત થઈ રસ્તા પર ચકાજામ કર્યો છે.