આણંદમાં પાંચમા માળના ધાબેથી પટકાતા યુવકનું મોત થયું છે. ગ્રીન આર્કના પાંચમા માળેથી યુવક નીચે પટકાયો હતો. માથામાં ગંભીર ઈજાઓ થતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. યુવક ઘટના સ્થળેથી નજીકમાં જ લક્ષ ગોલ્ડ સોસાયટીમાં રહેતો હતો. મૃતક યુવક 30 વર્ષની હોવાનું અને તેનું નામ શ્યામ પટેલ હોવાનું જાણવા મળેલ છે. યુવક કેવી રીતે પછડાયો તે રહસ્ય અકબંધ છે. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આણંદ ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.