અવાર-નવાર તહેવારોમાં દુર્ઘટનાના સમાચાર આવે છે ત્યારે ચાઈનીઝ દોરીથી કેટલાયે માસુમ લોકોના ગળા કપાયા હોવાના તેમજ તેનાથી ગંભીર રીતે ઘાયલ થયેલ હોવાના સમાચારથી અરેરાટી વ્યાપી જાય છે. આજે આવી જ એક ઘટનાથી રૂંવાડા ઉભા કરી દે તેવા સમાચારથી સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ છે. ઉતરાયણ પર ધાબા પરથી પડી જવાના સમાચાર તો આવે જ છે સાથે સાથે ચાઇનીઝ દોરીથી દુર્ઘટનાના સમાચાર ડરાવે છે.