સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ એવં પવિત્ર મકરસંક્રાંતિ પર્વ નિમિતે વિશેષ શણગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. શ્રી કષ્ટભંજનદેવ દાદાને પતંગના વાઘાનો દિવ્ય શણગાર ધરાવી દાદાના સિંહાસન, મંદિરને રંગબેરંગી પતંગ-ફીરકીનો શણગાર કરાયો. દાદાને મમરા-તલના લાડુ, કાળા-સફેદ તલ-દાળિયાની ચીકી,શીંગ-ખજુર-ડ્રાયફ્રૂટ,ટોપરા વિગેરના પાક,કચરિયું વિગેરેનો અન્નકૂટ ધરાવીને વિશેષ શણગાર આરતી કરાઈ.
મંદિરની ગૌશાળામાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે દિવ્ય ગૌ પૂજન ઉત્સવ સવારે 9થી 11 કલાક દરમિયાન 108 ગાયોનું- યજમાનો એવં સંતો દ્વારા દિવ્ય પૂજનનું આયોજન કરવામાં આવેલ.