રાજકોટમાં તરુણ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો, 29 ટાંકા આવ્યા

2023-01-14 80

રાજકોટમાં તરુણ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો છે. પ્રતિબંધિત હોવા છતા લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં ઉત્તરાયણ પહેલાં જ પતંગની દોરીથી 21 લોકો લોહીલુહાણ થયા છે. જેમાં મોટા ભાગના કેસમાં ગળા કપાવાના, માથા અને હાથ ઉપર ઈજા થયાના કિસ્સા બન્યા છે, ગુજરાતમાં 21 ઘટના બની છે, જે પૈકી સૌથી વધુ અમદાવાદ શહેરમાં 9 ઘટના બની છે.