ઉત્તર ભારતમાં હાલ શીતલહેરથી રાહત છે. શુક્રવારે (13 જાન્યુઆરી) સવારે 5.30 વાગ્યે રાજધાની દિલ્હીમાં તાપમાન 12.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર 14 થી 16 જાન્યુઆરી વચ્ચે તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી નીચે આવી શકે છે.