તાઈવાનમાં પેસેન્જરોથી ભરેલા પ્લેનમાં પાવર બેંકમાં વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી જોરદાર હતી કે પ્લેનમાં બેઠેલા મુસાફરો ગભરાઈને બૂમો પાડવા લાગ્યા હતા. આ ઘટનામાં બે મુસાફરો દાઝી ગયા હોવાના પણ સમાચાર છે. સદનસીબે ઘટના સમયે પ્લેન ટેકઓફની રાહ જોઈ રહ્યું હતું. ત્યારે ઠંડીના કારણે તમામ મુસાફરો પોતાની સીટ પર બેસી ગયા હતા. ઘટનાના વાયરલ વીડિયોમાં મુસાફરો આગમાંથી બચવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. આ સિવાય પ્લેનની અંદર ધુમાડો ભરાવાને કારણે ઘણા મુસાફરોને ઉધરસ થઇ હતી. આ દરમિયાન ફ્લાઈટ એટેન્ડન્ટ્સ પણ આગ ઓલવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.