ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. દરરોજ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે પર્વતો પર બરફ પડી રહ્યો છે, ત્યારે મેદાની રાજ્યોમાં ઠંડીની શીતલહેર ચાલુ છે, જેના કારણે હાડ થીજાવતી ઠંડી છે. ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ પણ પડી રહ્યું છે. સોમવારે રાત્રે પણ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી. રસ્તા પર વાહનોની અવરજવર કરવી મુશ્કેલ બની છે.