રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર લીંબડી નજીક ચાલુ વાહને 1 કરોડથી વધુ સામાનની ચોરીની ઘટનામાં દિલધડક સીસીટીવી ફૂટેજ મળી આવતા ખુદ પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયું છે. લીંબડી હાઇવે પર બે બાઇક સવારો આઇસર ટ્રકનું લોક અને સીલ તોડી પાછળના ભાગે ચાલુ વાહને કિંમતી સામાનના પાર્સલની ઉઠાંતરી કરતા નજરે પડી રહ્યા છે.