ઉત્તરાખંડના જોશીમઠમાં જર્જરિત ઈમારતોને તોડી પાડવાનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે. આ અભિયાન હેઠળ તે હોટલ, મકાનો અને ઈમારતોને તોડી પાડવામાં આવશે, જેને રહેવા માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવી છે. કાર્યવાહી બે હોટલથી શરૂ થશે. સૌપ્રથમ હોટેલ મલારી ઇન અને માઉન્ટ વ્યૂને તોડી પાડવામાં આવશે. બંનેમાં તિરાડો છે. બંને હોટેલો પાછળની તરફ ઝૂકી રહી છે. જમીન ધસી જવાને કારણે બંને હોટલ એકબીજા સાથે અથડાઈ છે. હોટલોને કારણે કોમ્પ્લેક્સની પાછળ બનેલા 8-10 મકાનો પર ખતરો છે. SDRFની ટીમ હોટેલ માઉન્ટ વ્યૂ અને મલેરી ઇન પહોંચી ગઈ છે.