જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ: ફલાઇટમાં બોમ્બની સૂચના બાદ આખી રાત દોડધામ

2023-01-10 102

મોસ્કોથી ગોવા આવી રહેલી રશિયન એરલાઇન AZURની ફ્લાઈટમાં સોમવારે રાત્રે બોમ્બ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ ગુજરાતના જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ 236 મુસાફરો અને 8 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ગુજરાત પોલીસે પ્લેનની અંદર તપાસ કરી. એનએસજીની ટીમોએ જામનગર એરપોર્ટ પર પહોંચીને પ્લેનની તપાસ કરી હતી. રાત્રે લગભગ 6 કલાક સુધી એરબેઝ પર અંધાધૂંધી રહી હતી અને NSGએ તપાસ કરી હતી. છેલ્લા 9 કલાકથી એરપોર્ટ પર ચેકિંગ યથાવત છે. ગુજરાત ATS પણ તપાસમાં જોડાઇ હતી.

Free Traffic Exchange

Videos similaires