અમીરગઢ તાલુકાના સોનવાડી જંગલ વિસ્તારમાં વૃક્ષોનું નિકંદન કાઢી ઉભા વૃક્ષોને આગ લગાડવામાં આવી રહી છે. જંગલ વિસ્તારમા વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢી નાખવામાં આવતું હોવાથી સોનવાડી ગામના લોકોએ વનવિભાગને વારંવાર જાણ કરવા છતાંય વનવિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.