ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને દરરોજ એક કલાક શ્રમદાન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ધો. 3થી8ના શિક્ષકોને શાળામાં બાળકોને અભ્યાસ કરાવવા એક કલાક વધુ ફાળવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.