રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે

2023-01-09 2

ગુજરાતમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે. આજે અનેક શહેરોમાં તાપમાન 15-11 ડિગ્રીની વચ્ચે રહ્યું. આજે અમદાવાદમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. આ સાથે ઉત્તર ભારતમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. અન્ય સમાચારમાં દિલ્હીમાં ઠંડીના કારણે શાળાઓ બંધ રાખવાના આદેશ અપાયા છે. તો મધ્યપ્રદેશમાં ધુમ્મસ છવાઈ. ચુરુમાં તાપમાન 0થી નીચે રહ્યું. અનેક ટ્રેન ધુમ્મસના કારણે કેન્સલ કરાઈ છે તો કેટલીકના રૂટ ચેન્જ કરવામાં આવ્યા હતા. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.