ભાવનગરના સીદસર અને હાદાનગર વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયાની ઘટના સામે આવી છે. ભાલનગર SOG પોલીસે ડોક્ટરની ડીગ્રી ના હોવા છતાં લોકોની સારવાર કરતા બંને ડોક્ટરોની ધરપકડ કરી છે. બંને બોગસ ડોકટરો પાસેથી મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો પણ મળી આવ્યો છે. SOG પોલીસે બંને ડોક્ટરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.