સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામેની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. એક વર્ષની અંદર તેણે ભારત માટે ત્રીજી વખત T20 ક્રિકેટમાં સદી ફટકારી અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૂર્યાની આ ત્રીજી સદી હતી. આ ઇનિંગ સાથે તેણે ભારતના લોકેશ રાહુલ અને પાકિસ્તાનના બાબર આઝમ સહિત ઘણા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. આ બંને બેટ્સમેનોએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં બે સદી ફટકારી છે. જ્યારે, સૂર્યકુમાર યાદવે આ સિદ્ધિ ત્રણ વખત કરી છે.