સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીનું જામનગર એરપોર્ટ ખાતે આગમન

2023-01-07 3

સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી આજરોજ જામનગર એરપોર્ટ પર આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ચંદ્રિકાપ્રસાદ સંતોખી ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. જેમનું આજ રોજ જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મણિયારો, ટીપ્પણી, તાળી રાસ, તેમજ પ્રાચીન ગરબા સહિતની સૌરાષ્ટ્રની ભાતીગળ લોક કલા દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી રાષ્ટ્રપતિનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ જવાનોએ પણ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપી તેઓનું અભિવાદન ઝીલ્યું હતું.

Videos similaires