ઉત્તરાયણને આડે હવે થોડા દિવસો રહ્યા છે, ત્યારે ચાઈનીઝ દોરીના વેચાણ મુદ્દે આજે હાઈકાર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક જીવલેણ દોરી વેચાય છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી આ દોરીથી કેટલાક લોકોના જીવ ગયા છે. ત્યારે આ મામલે આજે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે.