સિંહની પજવણીનો વધુ એક Video વાયરલ, સિંહ પરિવારની પાછળ કાર દોડાવી

2023-01-06 153

સિંહની પજવણીનો વધુ વિડીયો સામે આવ્યો છે. વટ પાડવા માટે વનરાજાને હેરાન કરતો વિડીયો વાયરલ થયો છે. છેલ્લાં કેટલાંક સમયથી સિંહ પજવણીના ઘણા વિડીયો સામે આવ્યા છે. પરંતુ કોઇ પણ વિડીયો સામે આવ્યા બાદ શું તેના પર કાર્યવાહી થાય છે તે પણ એક પ્રશ્ન છે. સિંહ પરિવારની પાછળ કાર દોડાવતો વિડીયો સામે આવ્યો છે.

રાજુલાના વડગામની શેરીઓમાં આંટા ફેરા કરતા સિંહની પજવણીનો વિડીયો સામે આવ્યો છે. 3 સિંહો પાછળ ફોર વ્હીલ કારના આગળના બોનેટ પર બેસીને સિંહની પાછળ કાર ચલાવી હતી. આગળ 3 સિંહો ને પાછળ ફોર વ્હીલ કારના બોનેટ પર યુવકના પગ સાથેનો સિંહોનો વિડીયો વાયરલ થયો છે.