ગુજરાતમાં શીતલહેર: કાતિલ ઠંડીથી લોકો ધ્રૂજી ઉઠ્યા

2023-01-06 36

ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી સતત ઠંડો પવન ફૂંકાતા ગાત્રો થીજવતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યાં છે. કચ્છનાં નલિયામાં માત્ર 24 કલાકમાં જ 6 ડિગ્રી પારો ગગડતાં આજે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી નોંધાયું હતું. જે સિઝનમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. બીજી તરફ બનાસકાંઠાના ડીસામાં પણ 6.9 ડિગ્રી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા હતા. રાજ્યમાં કાતિલ શીત લહેરથી હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થયો હતો.