દેશભરમાં કાતિલ ઠંડીની વચ્ચે રાજધાની ઠૂંઠવાઈ છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીમાં 3 ડિગ્રી તાપમાન થયું છે. જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પવન સાથે પારો 10 ડિગ્રીથી નીચે. નલિયામાં 2 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુગાર રહ્યું.પંચમહાલના પાવાગઢ, ગિરનાર અને જૂનાગઢમાં પણ રોપ વે બંધ રાખવામાં આવ્યા છે. ભારે પવનના કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. ડાંગનું સાપુતારા ઠંડું રહ્યું છે.બનાસકાંઠાના ડિસામાં પણ તાપમાન ઠંડું રહ્યું છે. દિલ્હીમાં સફદરગંજમાં તાપમાન 3 ડિગ્રી રહ્યું છે. 10 વર્ષ બાદ તાપમાનનો રેકોર્ડ તૂટ્યો છે. આ સહિતના મહત્ત્વના સમાચાર.