બ્રિટિશ શાહી પરિવારમાં "મહાભારત": પ્રિન્સ હેરીએ મોટા ભાઈ પર મારપીટના આરોપ લગાવ્યા

2023-01-05 20

પ્રિન્સ હેરીએ તેમની આત્મકથા 'સ્પેયર'માં તેમના અંગત જીવનની ચોંકાવનારી ઘટનાઓની વિગતો આપી છે જે 10 જાન્યુઆરીના રોજ પ્રકાશિત થવાની છે. તેમણે પોતાના મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપોથી રાજવી પરિવારમાં ખળભળાટ મચ્યો છે. હકીકતમાં પ્રિન્સ હેરીએ તેમના મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ પર શારીરિક હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપથી ખ્યાલ આવે છે કે, બ્રિટિશ શાહી પરિવારમાં બધું બરાબર ચાલી રહ્યું નથી.

Videos similaires