કાંઝાવાલ કેસમાં નવો વળાંક: CCTV ફૂટેજમાં PCR વાન દેખાઇ

2023-01-05 10

દિલ્હીના કાંઝાવાલામાં અંજલિ સિંહના દર્દનાક મોતના મામલામાં પોલીસ સતત તપાસમાં છે. આ મામલામાં પોલીસ પર શરૂઆતથી જ બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ તેની થિયરી અનેક પ્રશ્નોના ઘેરામાં છે. દરમિયાન અંજલિના મોતના મામલામાં કેટલાક એવા ખુલાસા થયા છે, જેના કારણે પોલીસની ભૂમિકા વધુ શંકાસ્પદ લાગી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ જ્યારે આરોપીઓ અંજલીને દિલ્હીના રસ્તા પર ખેંચી રહ્યા હતા ત્યારે પીસીઆર વાન સહિત 10 પેટ્રોલિંગ વાહનો આરોપીઓને પકડવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. આમ છતાં તેઓ આરોપીઓને પકડી શક્યા નથી.