યુવતી કારના ડાબા વ્હિલમાં ફસાઇ હતી: FSL રિપોર્ટમાં ખુલાસો

2023-01-04 98

નવા વર્ષની રાત્રે દિલ્હીના રસ્તા પર 20 વર્ષની યુવતીના મૃત્યુએ દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટના અંગે સતત ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. ફોરેન્સિક રિપોર્ટમાં આવ્યું કે બલેનો કારની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે અંજલિ કારના આગળના ડાબા વ્હીલમાં ફસાય ગઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે મોટાભાગના લોહીના ડાઘા આગળના ડાબા વ્હીલની પાછળ જોવા મળ્યા હતા પરંતુ અન્ય ભાગો પણ લોહીથી ઢંકાયેલા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલા કારની અંદર હાજર હોવાના કોઈ સંકેત નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કારમાં સવાર લોકોના બ્લડ સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. યુવતીની ઓટોપ્સીમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો નથી. તો બલેનો કાર સાથે અથડાઈ ત્યારે સ્થળ પર હાજર યુવતીની બહેનપણીએ દાવો કર્યો હતો કે કારની અંદર રહેલા લોકોને ખબર હતી કે અંજલી કારની નીચે ફસાય ગઈ છે.

Videos similaires