એર ઇન્ડિયાની ફલાઇટમાં શખ્સે મહિલા પર પેશાબ કર્યો

2023-01-04 98

એર ઇન્ડિયાની ફલાઇટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાથી દિલ્હી આવી રહેલી ફલાઇટમાં નશામાં ધૂત એક શખ્સે 70 વર્ષના મહિલા પર પેશાબ કરી દીધો. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને એર ઇન્ડિયાએ આ કિસ્સાને ધ્યાનમાં લીધો છે. DGCAએ કહ્યું કે અમે એરલાઇન પાસે રિપોર્ટ માંગી રહ્યા છીએ અને બેદરકારી વર્તનારની સામે કાર્યવાહી કરીશું.

આપને જણાવી દઈએ કે 26 નવેમ્બર 2022ના રોજ એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં એક નશામાં ધૂત પુરુષ પેસેન્જરે મહિલા સહ-યાત્રી પર પેશાબ કર્યો હતો. એર ઈન્ડિયાએ 26 નવેમ્બરે બનેલી આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે ફ્લાઈટ JFK (US) થી દિલ્હી જઈ રહી હતી.

Videos similaires