ઉત્તર ભારતની સાથે સાથે દેશની રાજધાની દિલ્હીમાં પણ શિયાળાની કડકડતી ઠંડી જામી છે. ઉત્તરના રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડી વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઠંડીમાં હજુ વધારો થવાની સંભાવના છે. નવા વર્ષે થોડી રાહત મળ્યા બાદ મંગળવારથી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં આગામી 4-5 દિવસ સુધી ખૂબ ગાઢ ધુમ્મસની અપેક્ષા છે, જેની સાથે દિવસભર ઠંડીની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.