કાંઝાવાલા કેસ, અંજલિની માતાનું છલકાયુ દર્દ, કહ્યું એ મારી જિંદગી હતી

2023-01-04 53

છેલ્લા કેટલાયે સમયથી સતત ચર્ચામાં રહેલ દિલ્હીનો કાંઝાવાલા કેસ ચર્ચામાં છે. દર થોડા કલાકોમાં એક નવો ઘટસ્ફોટ થાય છે. આ બધાની વચ્ચે માત્ર 20 વર્ષની દીકરીને ગુમાવનાર 38 વર્ષની માતાની હાલત ખુબજ દયનીય છે. માતાના દર્દને સમજવુ તો દૂરની વાત છે તેના પર સવાલોની ઝડી વરસાવાય છે. પ્રશ્નોના સનસનાટીભર્યા જવાબો માંગવામાં આવી રહ્યા છે. લગભગ 70 કલાકનો થાક તેની આંખો કરતાં તેના અવાજમાં વધુ સંભળાય છે.