12 વર્ષના લાંબા અંતરાલ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહેલા સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. તેણે રણજી ટ્રોફી ગ્રુપ-Bની મેચમાં દિલ્હી સામે પહેલી જ ઓવરમાં હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો હતો. તે રણજી ટ્રોફીના ઈતિહાસમાં પ્રથમ બોલર બન્યો જેણે પ્રથમ ઓવરમાં એક પણ રન આપ્યા વિના હેટ્રિક લીધી. તેણે ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર ધ્રુવ શોરે, વૈભવ રાવલ અને કેપ્ટન યશ ધૂલને પોતાનો શિકાર બનાવ્યો.