1 ડિસેમ્બર, 2022 ના રોજ પશ્ચિમ આફ્રિકાના દેશ સેનેગલની સંસદમાં ભીષણ હિંસા થઈ હતી. આ હિંસા એટલી વધી ગઈ હતી કે અહીંના સાંસદોએ તેમની મહિલા સાથીઓને પેટ પર લાત મારી હતી. હિંસામાં મહિલા સાંસદ ગર્ભવતી હતી અને બેહોશ થઈ ગઈ હતી. જ્યારે હિંસા થઈ ત્યારે સંસદમાં બજેટ પર ચર્ચા થઈ રહી હતી. આ ચર્ચા ક્યારે હિંસામાં ફેરવાય ગઈ તેની કોઈને ખબર ના પડી. પોતાના સાથીદારને પેટ પર લાત મારનારા બે સાંસદોને છ મહિના માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જે સમયે આ ઘટના બની તે સમયે નદિયેને થપ્પડ મારવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ પ્રકારની ઘટના પહેલીવાર બની છે જ્યાં ગર્ભવતી મહિલા સાંસદને નિશાન બનાવવામાં આવી હોય.