દેશની લક્ઝુરિયસ ટ્રેન વંદે ભારતમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પત્થરમારાથી ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા. કાચના તૂટવાના કારણે સીટ પર બેઠેલા એક મુસાફરને ગંભીર ઈજા થઈ છે. તેની સાથે તે વ્યક્તિની પાસે બેઠેલા મુસાફરોને પણ ઈજા થઈ હતી. આ ઘટનાથી ઈસ્ટર્ન રેલવે મેનેજમેન્ટ ચિંતિત છે. પશ્ચિમ બંગાળમાં 30 ડિસેમ્બરે જ વંદે ભારત શરૂ થયું હતું, આવી સ્થિતિમાં 4 દિવસ બાદ આવી ઘટનાથી મુસાફરોમાં ભયનો માહોલ છે. આ ઘટનાને લઈને મુસાફરોની સુરક્ષા પર પ્રશ્ન ઉઠી રહ્યા છે.