ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું વર્ષ 2022-23નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષાની તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ, જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થશે અને 31મી માર્ચે આ પરીક્ષાઓ પૂર્ણ થશે. આ સિવાય વર્ષ દરમિયાન 80 જેટલી રજાઓ પણ રહેશે.