સુલ્તાનપુરી હોરર કેસ: પીડિતાને 10-12 KM સુધી ઢસડી હતી, દિલ્હી પોલીસનો ખુલાસો

2023-01-02 5

દિલ્હીના સુલતાનપુરીમાં 23 વર્ષની અંજલિના હૃદયદ્રાવક મોતનો મામલો ગરમાયો છે. આ સમગ્ર મામલે દિલ્હી પોલીસે એક નિવેદન જાહેર કર્યું છે. દિલ્હીના સ્પેશિયલ CP સાગર પ્રીત હુડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે યુવતીને કાર સાથે 10થી 12 કિમી સુધી ઢસડી હતી. આગળ જતાં કારે વળાંક લેતાં યુવતીનો મૃતદેહ કારથી અલગ થઈ ગયો હતો. પોલીસે કહ્યું કે આરોપીઓ નશામાં હતા કે કેમ તે તપાસવા માટે મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Videos similaires