2 માસની દીકરીથી કંટાળી માતાએ ફેંકી દીધી, થયુ મોત

2023-01-02 3

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક કાળજુ કંપાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. 2 માસની દીકરીથી કંટાળીને માતાએ તેને ત્રીજા માળેથી ફેંકી દીધી જેમાં દીકરીનું મોત થયાનું સામે આવ્યું છે. બાળકીના પિતાએ માતા વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશને તેની ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવીમાં માતા પર આરોપ મૂકાઈ રહ્યા છે. આ સિવાયના સમાચારમાં કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે અને સાથે જ કિસાન સંઘની 14 માંગો પર સરકાર સકારાત્મક જોવા મળી હતી. આ સિવાયના સમાચારમાં ગૂજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટ મંડળમાં 4 નવા સભ્યોની નિમણૂંક કરાઈ. અગાઉ 8 સભ્યોએ રાજીનામા આપ્યા હોવાનું સામે આવ્યું હતું. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.