અમદાવાદ એરપોર્ટ પરથી બિનવારસી સોનું ઝડપાયું

2023-01-02 1

અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીના કેસોમાં વધારો થયો છે. એરપોર્ટ પરથી બિનવારસી સોનું મળી આવ્યું હોવાની વધુ એક ઘટના સામે આવી છે. આશરે રૂ.45 લાખનું કુલ 800 ગ્રામ સોનાના કડા એરપોર્ટ પરથી મળી આવ્યા. દાણચોરોએ સોનાના કડા ટોઇલેટના ફ્લશટેંકમાં છુપાવ્યા હતા. એરપોર્ટ પર ચેકીંગ દરમિયાન સોનાના કડા મળી આવ્યા હતા. બિનવારસી મળેલું સોનું કસ્ટમ વિભાગને સોંપાયું છે.