તાપીના વ્યારામાં અકસ્માતમાં બે બાળકોના મોત

2023-01-02 7

તાપીના વ્યારામાં અકસ્માતની ઘટના સામે આવી છે. વ્યારાના નાની ચીખલી નજીક ટેમ્પો પલટતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે બે બાળકોના મોત નિપજ્યા છે અને 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.