J&Kમાં IED બ્લાસ્ટ, 5થી વધુ ઘાયલ

2023-01-02 3

J&Kના રાજૌરીમાં હિંદુ પરિવાર પર હુમલો કરાયો છે જેમાં 4ના મોત થયા છે. આ સિવાય IED બ્લાસ્ટ કરાયો છે જેમાં 5થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સિવાયના સમાચારમાં રાજસ્થાનમાં રેલ દુર્ઘટના ઘટી અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સિવાય આંધ્રમાં ટીડીપીની રેલીમાં 3ના મોત થયા છે. અન્ય સમાચારમાં મેઘાલયમાં 3.2નો ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મથુરાની વાત કરીએ તો આજથી શાહી ઈદગાહનો સરવે કરાશે. નોટબંધીની વાત કરીએ તો આ બાબતે સુપ્રીમ કોર્ટે સુપ્રીમ ચુકાદો આપ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવાયો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Videos similaires