યુક્રેનમાં ફરીથી રશિયાનો 'બોમ્બમારો', નવા વર્ષેમાં બીજા દિવસે હવાઈ હુમલાથી કિવ હચમચ્યું

2023-01-02 28

નવા વર્ષમાં સતત બીજા દિવસે રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવ પર હવાઈ હુમલો કર્યો છે. સોમવારે વહેલી સવારે થયેલા હવાઈ હુમલાથી કિવ સહિત યુક્રેનના અનેક મોટા શહેરોમાં સાયરન વાગવા લાગ્યા હતા. યુક્રેનિયન સૈન્યનું કહેવું છે કે, કિવ સહિત અનેક શહેરો પર મિસાઈલ અને ઈરાની નિર્મિત ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. તે જ સમયે, યુક્રેનિયન સૈન્યએ રશિયન-નિયંત્રિત ડોનેટ્સક પ્રદેશમાં માકિવેકા શહેર અને અન્ય સ્થળોએ પણ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં અનેક લોકોના મોત થયાના અહેવાલ છે.