દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કારથા ઢસડતા યુવતીના મોતના મામલામાં નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયોમાં યુવતી બલેનો કારની નીચે ફસાયેલી જોવા મળે છે અને કાર ચાલક તેને ખેંચીને યુ-ટર્ન લેતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે એફઆઈઆરમાં બિન ઇરાદતન હત્યાની કલમ ઉમેરી દીધી છે. આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
દરમિયાન કાંઝાવાલા વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપનાર બલેનો વાહનના અન્ય CCTV ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી 1 જાન્યુઆરીની સવારે 3:34 વાગ્યાના છે. કાંઝાવાલાના લાડપુર ગામથી થોડે આગળ વાહન યુ-ટર્ન લઈને તોસી ગામ તરફ પાછા જતી જોવા મળે છે, જ્યાં યુવતીની લાશ મળી આવે છે.