આજે દેશવાસીઓ નવા વર્ષની સવારની ઉજવણી કરી રહ્યા છે. વારાણસીમાં સવારે ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ આરતી થઈ. ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરમાં વહેલી સવારે ભસ્મ આરતીનું આયોજન કરાયું. આ સિવાય દિલ્હીમાં ભૂકંપનો આંચકો આવ્યો. આ સિવાય વડનગરમાં સ્વ. હીરાબાની પ્રાર્થનાસભા યોજાઈ. આ સહિતના અનેક મહત્ત્વના સમાચાર.