કોરોનાની નવી લહેરમાં ચીનમાં અનેક મોત, રાષ્ટ્રપતિએ કહ્યુંઃ સમય મુશ્કેલ

2023-01-01 26

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ન્યૂ ઈયર પર શનિવારે કોરોનાનો માર સહન કરી રહેલા પોતાના દેશના નાગરિકોને સંબોધિત કર્યા. તેઓએ કહ્યું કે ચીનમાં કોરોનાની નવી લહેર નવા તબક્કામાં પહોંચી છે અને સાથે તેનો મુકાબલો કરવો એ ચેલેન્જ સમાન છે. તેઓએ કહ્યું કે અસાધારણ પ્રયાસની સાથે અનેક મુશ્કેલીઓ અને ચેલેન્જને પાર કરી છે. આ સફર સરળ રહી નથી. છેલ્લા કેટલાક દિવસમાં આ બીજો અવસર છે જ્યારે શી જિનપિંગે દેશમાં કોરોનાની સ્થિતિ પર લોકોને સંબોધિત કર્યા છે. આ સમયે WHOની તરફથી વારંવાર અપીલ કરાઈ કે ચીન પોતાના દેશના કોરોના સંબંધિત ડેટા રજૂ કરે.