કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે કર્ણાટકમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે. 2023માં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને લઈને, તેમણે લોકોને કર્ણાટકમાં 'અધૂરી સરકાર' ન બનાવવા, બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવવાની અપીલ કરી. ભાજપ પોતાના દમ પર ચૂંટણી લડશે અને કર્ણાટકમાં પોતાના દમ પર સરકાર બનાવશે.