ચીનમાં કોરોના વિસ્ફોટને કારણે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. કેસ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ નથી, સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટેની જગ્યા નથી અને જરૂરી દવાઓની અછત એક અલગ જ સ્તરે વધી ગઈ છે. હવે બગડતી પરિસ્થિતિને જોતા ખુદ વિશ્વ આરોગ્ય સંસ્થા એક્શનમાં આવી છે. અગાઉ WHO ચીફ દ્વારા ચીનને ઠપકો આપવામાં આવ્યો હતો હવે સંસ્થાના અન્ય નિષ્ણાતોએ ચીનમાં બેઠેલા અધિકારીઓ સાથે વાત કરી છે.