ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો કહેવાતો આવ્યો છે. પરંતુ આ જિલ્લાના યુવાનો અનેક ક્ષેત્રે કાઠું કાઢી હવે જિલ્લાના પછાતપણાનું કલંક દુર કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાના કોઈ યુવાને ક્રિકેટ ક્ષેત્રે ઝમ્પલાવી પોતાની પ્રતિભા ઉજાગર કરી IPLની ટીમમાં પસંદગી પામ્યો છે.