કોરોનાના ખતરા વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું છે કે 1 જાન્યુઆરી, 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. તેઓએ મુસાફરી પહેલા તેમનો રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.