કબૂતરબાજીના માસ્ટરમાઇન્ડ ભરત ઉર્ફે બોબી પટેલની ઓફિસમાંથી SMCએ જપ્ત કરેલ 79 પાસપોર્ટમાંથી 5 નકલી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે એક પાસપોર્ટની ખરાઇ કરવાનું બાકી હોવાથી પાસપોર્ટ ઓથોરિટી દ્વારા કાર્યવાહી શરૂ કરી છે. ડમી પાસપોર્ટને લઇને SMCએ સોલા પોલીસ સ્ટેશનમાં ભરત ઉર્ફે બોબી પટેલ, અમેરિકામાં છૂપાયેલ ચરણજીતસિંહ સહિત 18 કબૂતરબાજો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરાઇ છે.